ગુજરાતમાં 16 વર્ષ બાદ ઓલ ઈન્ડિયા પોલીસ ઈકવેસ્ટ્રીયન ચેમ્પીયનશીપ એન્ડ માઉન્ટેડ નેશનલ ટુર્નામેન્ટ યોજાવાની છે. આ ટુર્નામેન્ટમાં 3 જાન્યુઆરીથી શરૂ થશે. અને ટુર્નામેન્ટમાં ભારતના તમામ રાજયોની માઉન્ટેડ પોલીસ ટીમ અને પેરામિલીટ્રી ફોર્સની ટીમ ભાગ લેશે. આ ટુર્નામેન્ટનું ઉદ્દઘાટન રાજયપાલના હસ્તે થવાનું છે. આ ટુર્નામેન્ટમાં જીત મેળવવા ગુજરાત પોલીસ ખૂબ જ ઉત્સાહી છે.