કહેવાય છે કે કેન્સર એટલે કેન્સલ… કદાચ તબીબોએ અનેક અપીલ કરી આ માન્યતા ખોટી સાબિત કરવા મથતા હોય પરંતુ એ વાત કોઈ નકારી શકે તેમ નથી કે કેન્સર જેવા જીવલેણ રોગ સામે ઝઝૂમવા આર્થિક સક્ષમ હોવું અનિવાર્ય છે. આવી જ કંઈક આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પાટણના કાલીબજાર વિસ્તારમાં રહેતા એક વિધવા. પોતાની દિકરીની કેન્સરની સારવાર કરતા કરતા આ વિધવાની તમામ બચત ખર્ચાઈ ચૂકી છે. અને હવે તેમની પાસે આર્થિક સહાય માગવા સિવાય બીજો કોઈ આરો રહ્યો નથી.