વડોદરામાં પીવાના પાણીની લાઈનમાં ગટરનું ગંદુ પાણી ભળતા ફળિયામાં લોકો બિમારીનો ભોગ બન્યા છે. છેલ્લા એક મહિનાથી કોર્પોરેશને પાણીની લાઈન નાંખવાની કામગીરી હાથ ધરી છે. પરંતુ તંત્રની બેદરકારીથી કામગીરી પૂર્ણ થઈ નથી. જેથી ગટરનું પાણી પીવાના પાણીની લાઈનમાં ભળી જતા લોકો બિમારીના સપાટામાં આવી ગયા છે