કુશ્કલ, બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરથી માત્ર 12 કિમીના અંતરે આવેલું ગામ. ગામની વસ્તી છે આશરે 2 હજાર અને ગામમાં વસતા લોકોનો મુખ્ય વ્યવસાય છે ખેતી તેમજ પશુપાલન. પાંચ વર્ષ પહેલાં ગામના લોકોને એક ભેટ મળી હતી. જ્યારે એનિમલ હોસ્ટેલ બનાવવાનું સાહેબને સપનું આવ્યું હતું. સાહેબના સપનાને હકીકતમાં મૂર્તિમંત કરવાના ઇરાદે બનાસકાંઠાના તત્ત્કાલિન કલેક્ટર આર. જે. પટેલ તત્કાળ જાગ્યા હતા. સપનાને જમીન પર સાકાર કરવા કલેક્ટરે કુશ્કલ ગામની જમીન પસંદ કરી અને 5 કરોડ 70 લાખના ખર્ચે અત્યાધુનિક એનિમલ હોસ્ટેલ બનાવી. પરિસ્થિતિ આજે એ છે કે એનિમલ હોસ્ટેલમાં એક પણ પશુ નથી અને તેને 22 મહિનાથી તાળાં લાગેલાં છે.