રાજ્યમાં લોકોને તાત્કાલિક આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે હેતુથી કેન્દ્ર સરકારના અનુદાનની મદદથી ગુજરાત સરકારે 108 એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી હતી. આ સેવાએ 6 વર્ષ પૂર્ણ કર્યા છે. આ સેવા ઘાયલ અને બિમાર લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આ સેવાએ અનેક લોકોના જીવ બચાવ્યા છે. પાટણ જિલ્લાની વાત કરીએ તો, છેલ્લા 1 વર્ષમાં 108 સેવાએ 11,060 કેસ હેન્ડલ કરી કુલ 1090 લોકોના જીવ બચાવ્યા છે. જેમાં અકસ્માત, દાઝી જવું, પ્રસૂતિ જેવા અનેક કેસનો સમાવેશ થાય છે. સમગ્ર પાટણ જિલ્લામાં અસ્તિત્વ ધરાવતી 12 જેટલી એમ્બ્યુલન્સની મદદથી આ સિદ્ધિ હાંસલ થઈ શકી છે.