અત્યારે લગ્નસરા પૂરબહારમાં ચાલી રહ્યા છે. અનેક નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડી રહ્યા છે. ત્યારે કચ્છના ગાંધીધામમાં યોજાયેલા એક લગ્ને અને અને દીકરીની વિદાયે સૌ કોઈની આંખો ભીની કરી દીધી. ગાંધીધામાં વિનાસક ભૂકંપ બાદ અનાથ બનેલી એક યુવતીના ધામધૂમથી થયા. અનાથ બનેલી કન્યા વિદાયની સાથે અનેક યાદો અને સંભારણાનું કરિયાવર સાથે લઈ ગઈ.