યુગાન્ડાની મહિલાઓ સાથે દુર્વ્યવહાર મામલે ચારેતરફથી ફસાયેલા કેજરીવાલના કાયદામંત્રી સોમનાથ ભારતી હવે મગજ પરનો કાબુ ગુમાવી બેઠા હોય તેવું વર્તન કરવા લાગ્યા છે. હજુ શુક્રવારે મહિલા પંચ અને સોમનાથ ભારતીના વકીલો વચ્ચે માથાકૂટ થઈ તે ઘટના શાંત પડી નથી, ત્યા જ મહિલા પત્રકારના એક સવાલથી ઉશ્કેરાયેલા સોમનાથ ભારતીએ જવાબ આપવાના બદલે નફ્ફટતાથી એવું કહી દીધું કે,મોદીએ તમને કેટલા પૈસા આપ્યા છે?