કેજરીવાલ સરકારના કાયદામંત્રી સોમનાથ ભારતીને હઠાવવાની માગ સાથે દિલ્હી ભાજપના 31 ધારાસભ્યોએ દિલ્હી સચિવાલયની બહાર ધરણાં કર્યા. ભાજપનો આરોપ છે કે, સોમનાથ ભારતીએ કાયદાના લીરેલીરા ઉડાડયા. બંધારણ,કાર્યપાલિકા, ન્યાયપાલિકા અને મીડિયાનું અપમાન કર્યુ છે. એટલા માટે આવા વ્યક્તિને છુટ્ટો કરી દેવો જોઈએ.