કચ્છના ખારાઈ ઊંટને રાષ્ટ્રીય માન્યતા મળે તેવા પ્રયત્નો હવે અંતિમ તબક્કામાં છે. સહજીવન સંસ્થા ખારાઈ પ્રજાતીના ઊંટનું સંવર્ધન અને સંરક્ષણ થાય તે માટે વિવિધ અવલોકનો કરીને પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યા છે.
કચ્છમાં દરરોજ ઊંટ પર ઘરવખરી લઈને વિચરતા માલધારીઓ જોવા મળે. આ દૃશ્ય આમ તો સામાન્ય છે. પરંતુ માલધારીઓના આ ઊંટ સામાન્ય નથી. આ ઊંટ ખારાઈ પ્રજાતીના છે. અને તે લુપ્ત થઈ રહ્યા છે. ત્યારે સહજીવન સંસ્થા આ ખારાઈ ઊંટના સંવર્ધન અને સંરક્ષણ માટે કામ કરી રહી છે. આ સંસ્થા ખારાઈ ઊંટને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો અપાવવા પ્રોજેક્ટ તૈયારી કરી રહી છે. જે હવે અંતિમ તબક્કામાં છે. રોમમાં આવેલી યુનાઈટેડ નેશન્સની સંસ્થા ફૂડ એન્ટ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશને ભારતમાં પશુ ઓલાદ સંરક્ષણ પ્રોજેક્ટમાં ચાર ઓલાદને આવરી લીધી છે. જેમાં કચ્છના આ ખારાઈ ઊંટનો સમાવેશ થયો છે. સહજીવન સંસ્થા આ માટે દસ ગામના માલધારીઓના 107 ઊંટ પર સંશોધન કરી રહી છે