વડોદરાની MS યુનિવર્સિટીમાં દેશનો સૌપ્રથમ જેમોલોજી વિષયનો અભ્યાસ ક્રમ શરૂ થશે. યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં આ દરખાસ્તને મંજુરી મળી ગઈ છે. અને જેના માટે વિદેશથી 5 કરોડનું દાન પણ મળ્યું છે. આ અભ્યાસક્રમને કારણે વડોદરા શહેરમાંથી હિરાને જાણતાં અને સમજતા એવા જાણકારો બહાર આવશે.