પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની મળેલી કારોબારીની બેકઠમાં બાંધકામમાં ભ્રષ્ટાચાર મામલે હંગામો થયો હતો. બાંધકામની ગેરરિતીમાં કુલપતિ પણ સામેલ હોવાના આક્ષેપો થયા હતા. જેને પગલે કારોબારી સભ્યોએ ગેરરિતી આચરનારાઓ સામે કડક કાર્યવાહીની માગ સાથે વોકઆઉટ કર્યો હતો.