રાજકોટના જસદણ તાલુકાના શિક્ષકે કેબીસી જેવી ગેમ બનાવી છે. જેમાં જુદા જુદા જિલ્લાના શિક્ષકોએ ભેગા મળીને આ ક્વીઝ ગેમ બનાવી છે, આ ગેમને ઑનલાઈન વેબસાઈટ પર મૂકવામાં આવી છે. જસદણના આ શિક્ષકનું IIM દ્વારા સન્માન કરાશે.

જસદણના ગોડલાધાર ગામના શિક્ષક કમલેશભાઈ ઝાપડિયા. ગોડલાધાર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં કમલેશભાઈને બાળકો પ્રશ્નોના ઝડપથી અને સહેલાઈથી જવાબ આપી શકે તે માટે કેબીસી જેવી ક્વીઝ ગેમ બનાવી છે. જેમાં જુદા જુદા જિલ્લાના શિક્ષકોએ પણ ગેમ બનાવવા માટે સાથ અને સહકાર આપ્યો છે.