સાણંદ નજીક ઈયાવા પાસેના પેટ્રોલપંપ પર શુક્રવારે મોડી રાત્રે ધાડપાડુઓએ ત્રાટકીને ગોળીબાર કર્યો હતો. જોકે પેટ્રોલપંપના કર્મચારીઓએ બહાદુરીપૂર્વક પ્રતિકાર કરતા ધાડપાડુઓ ખાલી હાથે ભાગી છૂટયા હતા.

ગુજરાતમાં લૂંટ, હત્યા અને ધાડની ઘટનાઓ છાશવારે બનતી રહે છે. લૂંટ ધાડના આ સિલસિલામાં અમદાવાદના ઇયાવા ગામના હાઇવે પરના ખાનગી કંપનીના પેટ્રોલપંપ પર રાત્રીના સમયે 5 બુકાનીધારી ધાડપાડુઓ ત્રાટક્યા હતા.ધાડપાડુઓએ તમંચા વડે ફાયરીંગ કરી કેબીનનો કાચ તોડી નાંખ્યો..અને હિન્દી ભાષામાં પેટ્રોપંપના કર્મચારીઓ પાસે રૂપિયા માગ્યા. જોકે CNG મશીનના ઓપરેટર ખુમાણ સોલંકી અને પટ્રોલપંપના ચોકીદાર ગણેશ ભરવાડે પ્રતિકાર કરતા ધાડપાડુઓ ઊભી પૂંછડીઓ ભાગી ગયા હતા