લોકસભાની ચૂંટણી નજીક આવતા જ સંઘપ્રદેશ દમણમાં રાજકીય ગતીવીધી તેજ થઈ ગઇ છે. દમણ ભાજપની મજબૂત સ્થિતીને જોતા હવે ભાજપ પક્ષની ટીકીટ પર સાંસદની ચૂંટણી લડવાના દાવેદારો વધતા જાય છે. દમણ દીવના પ્રભારી કિરીટ સોમૈયાની અધ્યક્ષતામાં બંધ બારણે એક બેઠક યોજાઇ હતી. હાલ તો દમણ અને દીવના કુલ 12 જેટલા અગ્રણી કમળના ચિન્હ પર સાંસદની ચૂંટણી લડવાના દાવા રજૂ કર્યા છે.