મહેસાણા જિલ્લાનાં નવરચિત ગોઝારીયા તાલુકાને નવો તાલુકો જાહેર કરાયા બાદ રાજ્ય સરકાર દ્વારા રદ કરવાનો નિર્ણય કરાયો છે. તેથી ગોઝારીયાનાં ભાજપનાં નેતાઓ અને કાર્યકરોએ નારાજ થઈને પ્રતીક ઉપવાસ સાથે લડતનો પ્રારંભ કર્યો છે. બુધવારે ગોઝારીયા બંધનું એલાન આપીને મુખ્યમંત્રી મોદીની વિરોધમાં દિલ્હીમાં જંતર મંતર પર ઉપવાસ કરવાનો ગોઝારીયાનાં અગ્રણીઓએ નિર્ણય કર્યો છે