નાણામંત્રી નીતિન પટેલે વર્ષ 2014નું પુરાંતવાળું લેખાનુદાન રજૂ કર્યું હતું. મુખ્યમંત્રીએ બજેટનું આવકાર્યું હતું. જ્યારે વિપક્ષે બજેટને વાણી વિલાસ સમાન ગણાવ્યું હતું. એક નજર બજેટના આંકડા, ખર્ચ અને અંદાજ પર.

નાણામંત્રી નીતિન પટેલે વર્ષ 2014-15 માટેનું લેખાનુદાન રજૂ કર્યું હતું. વિપક્ષે વિધાનસભામાં તલાટી કૌભાંડ મુદ્દે વોકઆઉટ કર્યું હતું. તો નાણામંત્રીએ વિપક્ષની ગેરહાજીરમાં બજેટ રજૂ કર્યું હતું. બજેટના આંકડા પર નજર કરીએ તો કુલ કદ 1,20,390 કરોડનું હતું. કુલ આવક 1,19,527 કરોડ, કર આવક 63,068 કરોડ અને બિન કર આવકમાં 7,214 કરોડનો સમાવેશ થાય છે. અન્ય આંકડાઓની વાત કરીએ તો મહેસૂલી આવક 95,439.71 કરોડ, મહેસૂલી ખર્ચ 87,742.38 કરોડ, મહેસૂલી હિસાબ પુરાંત 7,697.35 કરોડ, મૂડી આવક 21,287.35 કરોડ, મૂડી ખર્ચ 31,052.17 કરોડ, મૂડી હિસાબ પર ખાધ 9,764.82 કરોડ, ચોખ્ખું એકત્રિત ફંડ 2,067.47 કરોડ, ચોખ્ખો જાહેર હિસાબ પુરાંત 2,800 કરોડ અને ચોખ્ખી લેવડ દેવડ પુરાંત 732.53 કરોડનો સમાવેશ થાય છે.