ગુજરાત વિધાનસભામાં ગૌહત્યાની સાથે સાથે તલાટી કૌભાંડનો મુદ્દો વધુ ગાજ્યો. ગુજરાત કોંગ્રેસને ચૂંટણી ટાણે ભ્રષ્ટાચારનો વધુ એક મુદ્દો મળી ગયો. વિપક્ષે તલાટી કૌભાંડ મામલે CBIની તપાસની માગ કરતાં સરકારે CBIની તપાસનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો. આ મામલો ગરમાતા વિપક્ષે ગૃહમાંથી વૉકઆઉટ કરી દીધું હતું.