ભાજપ સરકાર માટે મહેસાણા જિલ્લામાં તાલુકાઓનું વિભાજન માથાનાં દુખાવા સમાન બન્યુ છે. ગોઝારીયાને નવો તાલુકો બનાવવાની જાહેરાત કર્યા બાદ ફેરવી તોળતાં ગોઝારીયાનાં ભાજપનાં નેતાઓ અને કાર્યકરોએ ભાજપમાંથી સામુહિક રાજીનામાં આપીને ગોઝારીયા બંધનું એલાન આપ્યું હતું. પરંતુ આંદોલનકારીઓની અટકાયત કરીને પોલીસે ગોઝારીયા બંધનાં એલાનને નિષ્ફળ બનાવ્યું હતું.