પોતાના વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણની માગને લઈને છેલ્લા પાંચ દિવસથી ઉપવાસ આંદોલન પર બેઠેલા એસ.ટી.ના કર્મચારીઓએ આજે મુખ્યમંત્રીને લોહીથી પોસ્ટકાર્ડ લખ્યા હતા. પોતાના આંદોલનને વેગ આપવા હડતાળ પર ઉતરેલા કર્મચારીઓએ 28 ફેબ્રુઆરીના રોજ માસ સી.એલ.નું એલાન આપ્યું છે.

ગત 17 ફેબ્રુઆરીથી એસ. ટી.ના કર્મચારીઓ પોતાના વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે નરોડા એસ.ટી. વર્કશોપ ખાતે ઉપવાસ આંદોલન કરી રહ્યાં છે. છેલ્લાં પાંચ દિવસથી ઉપવાસ અને ધરણાં કરી રહ્યા હોવા છતાં તેમની માગણીઓને ધ્યાન પર લેવામાં આવતી નથી. પોતાની માગણીઓ તંત્રના બહેરા કાને પડે તે માટે આંદોલન કરી રહેલા એસ.ટી.ના કર્મચારીઓએ મુખ્યમંત્રીને લોહીથી પોસ્ટકાર્ડ લખી પોતાની માગણીઓ પર ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો.