જામનગર કલેક્ટેર ઓફિસમાં લાંબા સમયથી ચાલી રહેલો ટેબલ નીચેનો વહીવટ સામે આવ્યો છે. 39 ખેડૂતોએ તેમની સંયુક્ત માલિકીની જમીન વેચવાની મંજૂરી આપવા સરકારી બાબુઓએ 40 લાખ રૂપિયાની માગણ કરી હતી. ત્યારે આવા અધિકારીઓથી તંગ આવી ગયેલા આ ખેડૂતોએ હાઈકોર્ટનું શરણું લીધું છે. જેને પગલે લાંચિયાબાબુઓના પગ તળેથી જમીન ખસી ગઈ છે. હાઇર્કોટે 10 અધિકારીઓને નોટીસ પાઠવીને તારીખ 20 માર્ચે ર્કોટમાં હાજર રહેવા હુકમ કર્યો છે.