સુરક્ષાનાં બણગાં ફૂંકતી ગુજરાત સરકારના રાજમાં સાત પરિવારોને હિજરત કરવાનો વારો આવ્યો છે. ગામમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડાઓ વિશે ફરિયાદ શું કરી કે સાત પરિવારોને ગામ છોડવાની નોબત આવી છે. મહેસાણાના કસલપુરા ગામની આ વરવી વાસ્તવિકતા છે. અને વળી આ ગામ તો ગૃહરાજ્ય મંત્રીનો મતવિસ્તાર છે.