ગુજરાત વિધાનસભાના લેખાનુદાન સત્રના છેલ્લા દિવસે પ્રશ્નોત્તરી કાળમાં રાજ્યમાં કુપોષિત બાળકો અને ખૂબ જ ઓછા વજનવાળા બાળકોનો મુદ્દો છવાયેલો રહ્યો. જે મુજબ અમદાવાદમાં 37 હજાર અને પાટનગર ગાંધીનગરમાં અંદાજે 17 હજાર બાળકો કુપોષિત છે. જો કે, સરકારે કુપોષણ નિવારવાના વિવિધ પગલાં ભર્યા હોવાનો દાવો કરી બચાવ કર્યો હતો