સંઘપ્રદેશમાં પર્યટકોની સંખ્યામાં થતા સતત વધારો અને ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે તંત્ર દ્વારા બ્રીજનું કામ હાથ ધર્યુ છે. દીવ ઘોઘલા બ્રીજનું રૂ. 35 કરોડના ખર્ચે કામ હાથ ધરાયું છે. તો બીજી તરફ તડ બ્રીજની ટેન્ડરીંગની પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે.

દેશ વિદેશમાં પર્યટક સ્થળ તરીકે જાણીતા દીવમાં દર વર્ષે 12 લાખ કરતા પણ વધુ પર્યટકોનો ધસારો રહે છે. જેને લઈને ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધુ વિકટ બની છે. ટ્રાફિકની સમસ્યાને હળવી બનાવવા માટે રૂ. 35 કરોડના ખર્ચે દીવ ઘોઘલા રોડનું કામ હાથ ધરાયું છે. ગત 6 જાન્યુઆરીએ કેદ્રીય ગૃહ મંત્રી સુશીલકુમાર શીંદેએ આ બ્રીજનું ખાતમુહૂર્ત કર્યુ હતું.. જેનુ સંપૂર્ણ કામ 2016 સુધી પૂર્ણ કરાશે.