મોદીને નપુંસક ગણાવતું વિવાદીત નિવેદન કરનારા સલમાન ખુરશીદની મુશ્કેલી વધી ગઈ છે.અત્યાર સુધી તો ભાજપ અને અન્ય રાજકીય પાર્ટીઓએ જ ખુરશીદના નિવેદનને અયોગ્ય ગણાવ્યું હતું.હવે ખુદ ખુરશીદની જ પાર્ટીના કેપ્ટન એવા રાહુલ ગાંધીએ સલમાન ખુરશીદની નપુંસક ટિપ્પણીથી પોતાને અલગ કર્યા છે.રાહુલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે,તેઓ ખુરશીદના નિવેદનનું સમર્થન કરતા નથી, અને વ્યક્તિગત રીતે પણ તેમને આવા શબ્દો પસંદ નથી.આમ સ્વયં પાર્ટીના યુવરાજે જ સાથ છોડી દેતા ખુરશીદ પાસે માફી માગવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.