ચૂંટણી આવતા જ રાજકીય પાર્ટીઓ પ્રજાને ભોળવવા માટે મોટા મોટા વાયદા કરવા લાગે છે.કોઈ મફત ટીવી આપવાની વાત કરે છે, કોઈ લેપટોપ તો કોઈ ફ્રીજ.પરંતુ તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ પાર્ટીએ ગાય અને ઘેટા બકરા આપવાનો વાયદો કર્યો હોય?ભારતના ઈતિહાસમાં તો કદાચ કોઈએ અત્યાર સુધી આવો વાયદો કર્યો નથી.પરંતુ પહેલી વખત તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા આવો પ્રયોગ હાથ ધરવા જઈ રહ્યા છે.