વડોદરા શહેરની એમ. એસ. યુનીવર્સીટીને ફ્રી વાઈ ફાઈ સેવાથી સજ્જ બનાવવાની દિશામાં પ્રયત્નો શરુ કરવામાં આવ્યા છે. જેના પ્રથમ તબક્કામાં સાયન્સ ફેકલ્ટીમાં ફ્રી વાઈ ફાઈ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

હવે જ્યારે મોટાભાગના યુવાનો, વિદ્યાર્થીઓ મોબાઈલ ઈન્ટરનેટનો યુઝ કરતા થઈ ગયા છે. ત્યારે વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીએ ફ્રી વાઈ ફાઈ સેવાનો પ્રારંભ થયો છે. જેનો 36 હજાર વિદ્યાર્થી, 11 હજાર અધ્યાપકો અને કર્મચારીઓ ફ્રી વાઈ ફાઈનો ઉપયોગ કરી શકશે. યુનિવર્સિટીના સત્તાધીશો ઘણા સમયથી વાઈ ફાઈ સેવા શરૂ કરવા તૈયારીઓ કરી રહ્યા હતા.