નરેન્દ્ર મોદી પોતાના દુશ્મનોને ક્યારેય ભૂલતા નથી. પછી તે પોતાની જ પાર્ટીના હોય કે વિરોધી પાર્ટીના… વિદેશમંત્રી સલમાન ખુરશીદે પોતાને નપુંસક ગણાવતા સ્વાભાવિક રીતે જ મોદી માટે ખુરશીદ દુશ્મન બની ગયા હશે. ખુરશીદે વિવાદીત નિવેદન આપ્યું હતું મંગળવારે. બસ..માત્ર બે જ દિવસમાં મોદીએ ખુરશીદને જવાબ આપી દીધો, અને તે પણ સારી ભાષામાં..દિલ્હીમાં વેપારીઓ સાથેના એક સંમેલનમાં મોદીએ ઉદ્યોગો સંબંધિત પોતાની ભાવિ રણનીતિ જાહેર કરી તો સાથે સાથે ગુજરાતના વખાણ પણ કર્યા.