વડોદરા શહેરમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે. છેલ્લા બે માસમાં શહેરમાં 25 થી વધુ આપઘાતના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેને લઈને શહેરમાં આત્મહત્યા રોકવાના પ્રયાસરૂપે સધિયારો નામની ફ્રી હેલ્પલાઈન સેવા શરુ કરાઈ છે. જેને સમગ્ર શહેરમાંથી બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે.