ગુજરાત યુનિવર્સિટીની સેનેટ અને વેલફેરની ચૂંટણીમાં ABVPનો કારમો પરાજય થયો છે. આ વખતે પણ NSUIએ બાજી મારી છે. સેનેટની 8 બેઠકોમાંથી 6 બેઠકો પર કબજો કરી NSUIએ જીતનો સિલસિલો યથાવત રાખ્યો છે. જ્યારે વેલફેરની ચૂંટણીમાં 14માંથી 9 બેઠક NSUIએ કબજે કરી છે. જ્યારે ABVPને ફાળે 5 બેઠક આવી છે.