સિદ્ધપુરના મામવાડા ગામના સરપંચ અને તલાટીએ ભેગા મળીને ગ્રામના સ્વ ભંડોળમાંથી લાખોની ઉચાપત કરવાની ઘટના પ્રકાશમાં આવતા ગામના લોકો માટે એક ચર્ચાનું કેન્દ્ર બન્યુ છે. સરપંચ અને તલાટીની આવી ગેરરીતેને પગલે તાલુકા વિકાસ અધિકારીઓએ પંચાયતને સીલ કરી છે.જે રાજ્યમાંના ઈતિહાસમાં કદાચ પ્રથમ કિસ્સો હશે.