બનાસકાંઠાના ડિસા તાલુકાના ધાડા ગામના 26 જેટલા દલિત પરીવારો છેલ્લા પાંચ વર્ષથી ડિસા ખાતે મામલતદાર કંપાઉન્ડમાં ન્યાય માટે હિજરત પર બેઠા હતા. જેમને તંત્ર દ્વારા સોડાપુર ગામતળની જમીનમાં પ્લોટની ફાળવણી કરતા પુન વસવાટ માટે લઈ જવાયા હતા. ત્યારે પાંચ વર્ષ બાદ હિજરતીઓને યોગ્ય ન્યાય મળ્યો છે.