માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ વર્ષ 2012માં સરકારી યોજનાનો ગરીબોને લાભ મળે તે માટે દોઢ લાખ ફોમૅનું વિતરણ કર્યુ હતું. અને બાદમાં ફોમૅ સરકારી કચેરીમાં જમા પણ કરાવ્યા હતા .જોકે મહેસુલ મંત્રીની સુચના બાદ ફોર્મ પર કામ ન થતા જવાહર ચાવડાએ હાઇકોટૅમાં પીઆઇએલ કરી હતી. જેના પર હાઇકોટૅ દ્વારા રાજય સરકાર પાસે જવાબ માંગવામાં આવ્યો છે.

કેદ્ર અને રાજય સરકારની અનેક યોજનાઓના ફોમૅ વિશે ગરીબોને કોઇપણ જાણકારી હોતી નથી.ત્યારે, માણાવદરના કોંગ્રેસ ધારાસભ્ય જવાહર ચાવડાએ સ્વખર્ચે દોઢ લાખ ફોમૅ છપાવીને વંચિતો પાસે ભરાવ્યા હતા. અને બાદમાં તે ફોમૅ જેતે વિભાગની કચેરીમાં જમા પણ કરાવ્યા હતા. જોકે આ બાબતે આનંદીબેન પટેલે ફોમૅ પર કામ ન કરવા અધીકારીઓને સૂચના આપી હતી.