બેંગાલુરૂમાં RSS પ્રતિનિધીઓની સભા મળી છે.જેનો મુખ્ય એજન્ડા મોદીની બેઠક ફાઈનલ કરવાનો છે.RSSની બેઠકમાં મોદીની બેઠક પર સિક્કો મારી દેવામાં આવશે,કે મોદી લોકસભા ચૂંટણી ક્યાંથી લડશે.RSSના નિર્ણય બાદ 8 માર્ચે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર મોદીની બેઠકનું એલાન થાય તેવી પૂરી શક્યતા છે.RSS બેઠકને મામલે વચ્ચે કૂદવાનું પણ એક કારણ છે,કારણકે બેઠકને લઈને ભાજપમાં આંતરિક વિખવાદની સ્થિતિ ઉભી થઈ છે.વારાણસીમાં મુરલી મનોહર જોશીનું સમર્થન કરતા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.તો વારાણસીની ગલીઓ તથા માર્ગો પર જોશીને વધામણી આપતા એક પોસ્ટરે તો નવો વિવાદ જન્માવ્યો છે.પોસ્ટરમાં હોળીની વધામણી સાથે લખ્યું હતું, `બોલો કાશી વિશ્વનાથ, ડૉ.જોશી કા દેંગે સાથ’ આ સૂત્રએ મોદી અને જોશીના કાર્યકર્તાઓને સામ-સામે લાવીને ઉભા કરી દીધા.