કહેવાય છે કે ચોસઠ કળા ધરાવતો વ્યક્તિ પૂર્ણ રાજા કહેવાય. મોદી ચોસઠ કળા ધરાવે છે, તેમ આર્ટ ઓફ લીવીંગના પ્રણેતા શ્રીશ્રી રવિશંકર મહારાજનું માનવું છે. અમદાવાદમાં તેમણે મોદીએ લખેલા પુસ્તકના વિમોચન પ્રસંગે તેમણે આમ કહ્યું. મોદીએ આ પુસ્તકમાં 30 વર્ષ પહેલા જગદંબા સાથે સીધો સંવાદ કરીને દેશના વડા પ્રધાન બનવાના સપનાની વાત કરી છે.