અમદાવાદના નવરંગપુરામાં એન્ટીક સિક્કાઓ અને ચલણી નોટોના એક્ઝીબીશનમાં મુગલ વંશના કિમંતી સિક્કાઓની ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે એક્ઝીબીશનમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ક્બ્ઝે લઈને તપાસ શરૂ કરી છે. આ સિક્કાની ચોરી પાછળ કોઈ જાણભેદૂ હોવાની પ્રબળ શંકા પોલીસે વ્યકત કરી છે.