મહેસાણા જિલ્લામાં હત્યાનો સીલસીલો ચાલુ રહ્યો છે. કડી તાલુકાનાં ડાંગરવા ગામનાં બે વિદ્યાર્થીઓને કારની ટક્કર મારીને હત્યા કરી નાંખવામાં આવતાં જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. મહેસાણા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરસ્થિતિ કથળી ગઈ હોય તેમ ચાર દિવસમાં છ હત્યા, એક ફાયરીંગ અને મહિલા પીએસઆઈ પર થયેલાં હુમલાની ઘટનાઓ ઘટી છે.