સરહદી વિસ્તાર એવા કચ્છના કનકપુરમાં પ્રગતિશીલ ખેડૂતે ખેતીને નવી રોનક અપાવી છે. ગામના યુવા ખેડૂતની સુઝબુઝથી કનકપુરની ખેતીની નવી દિશા મળી છે. વાડીલાલભાઈએ ગામમાં 100 ટકા ટપક પદ્ધતિ કરાવી, ખેત ઉત્પાદનના વેચાણમાંથી વચેટીયાઓને દુર કરી ખેડૂતોને ઓપન બજારમાં માલ વેચતા કર્યા જેથી ખેડૂતોને યોગ્ય વળતર મળતુ થયું.