આદર્શ ચૂંટણી આચાર સંહિતાનો ભંગએ કોઇ રાજકિય પક્ષ કે ઉમેદવારે કર્યો હોય તેવું આપણે સાંભળ્યું હશે. પરંતુ કોઇ મલ્ટીનેશનલ કંપની દ્વારા આ આચારસંહિતાનો ભંગ થયો હોય તેવું તમે સાભળ્યું નહિ હોય.પરંતુ હજારો કરોડનું ટર્નઓવર કરતી વોડાફોન મોબાઇલ કંપની દ્વારા બીજેપીનો ચૂંટણી પ્રચાર કરવાની ફરીયાદ રાજ્ય ચૂટંણી કમિશનર સમક્ષ થઇ છે.

દરેક રાજકિય પક્ષ અસરકારક ચૂંટણી પ્રચાર માટે સોસિયલ નેટવર્કિંગ સાઇટ,જાહેરખબર અને ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યાં છે. પરંતુ 5 માર્ચે ચૂંટણીની તારીખો જાહેર થતા આદર્શ આચાર સંહિતાનો અમલ થઇ ગયો છે.તેમછતાં દેશની જાણીતી વોડાફોન મલ્ટીનેશનલ કંપની દ્વારા 10 લાખનું ઇનામ રાખી SMSના માધ્યમથી બીજેપીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.જેની ફરિયાદ ગુજરાત ચૂંટણી કમિશનરને 11 માર્ચના રોજ કરવામાં આવી છે.