કોંગ્રેસે ફરી એક વખત મોદીને મોતના સોદગાર કહ્યા છે.સાત વર્ષ બાદ કોંગ્રેસે ફરી એક વાર મોદી માટે મોતના સોદાગર શબ્દનો ઉપયોગ કર્યો છે.વર્ષ 2007માં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ મોદીને મોતના સોદાગર કહ્યા હતા.જેનું પરિણામ કોંગ્રેસ 2007ની વિધાનસભાની ચૂંટણીમાં ભોગવી પણ ચૂકી છે. પરંતુ, સાત વર્ષ પછી આ મુદ્દાને ફરી કેમ જગાડવામાં આવ્યો? તે એક વિચારવાનો પ્રશ્ન છે?