ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર મોદી વારાણસીની સાથે સાથે વડોદરા લોકસભા બેઠક પરથી પણ ચૂંટણી લડવાના છે.ત્યારે વડોદરા શહેરમાં મોદીને જીતાડવા માટે પ્રચાર અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે.વડોદરા શહેરમાં દરેક વોર્ડમાં જઈને કાર્યકરો દ્વારા મતદારોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.જો કે કોંગ્રેસમાં પ્રચાર અંગે કોઈ ચહેલ પહેલ જોવા મળતી નથી.

ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર મોદી વડોદરાથી પણ લોકસભાની ચૂંટણી લડવાના છે. ત્યારે સમગ્ર વડોદરા શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરા બેઠક પરથી મોદીને જીતાડવા કાર્યકરો કામે લાગી ગયા છે. મોદી અહીંથી ચૂંટણી જીતીને દિલ્લીમાં પહોંચે એવી કાર્યકરોની લાગણી છે. અને પૂરજોશમાં ચૂંટણી પ્રચાર અભિયાન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.