આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલે આક્ષેપ કર્યો હતો કે, ગુજરાત સરકારના મંત્રીને કારણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને ઘણો ફાયદો થયો છે. ત્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે આ મામલે સ્પષ્ટતા કરી છે કે, કંપનીએ ગુજરાત સરકાર પાસેથી કોઈ ગેરવાજબી ફાયદો મેળવ્યો નથી. આવા આક્ષેપો બેબુનિયાદ અને રાજકીય પ્રેરીત છે. કંપનીએ એમ પણ કહ્યું કે જો મંત્રી ઈચ્છે તો પણ બંધારણીય વ્યવસ્થાને કારણે કંપનીને ફાયદો કે લાભ કરાવી શકે નહીં.