રાજકોટના ભાજપના ઉમેદવાર મોહનભાઇ કુંડારીયાને યુવાનો પર ચાલવાના વિવાદને લઇને જાહેરમાં માફી માંગવી પડી હતી.ટંકારાના દયાનંદ સરસ્વતી આશ્રમમાં વિધાથીઓનાં કહેવાથી તેઓ યુવાનો દ્વારા બનાવેલ માનવપુલ પરથી પસાર થયા હતા.જેને લઇને વિવાદ થયો હતો.