વિશ્વ રંગભૂમિ દિવસ છે. આજના દિવસે રંગભૂમિના સંસ્મરણો સૌ કોઈ વાગોળે છે. ત્યારે ભાવનગરમાં આવેલું મોતી બાગ ઓપનએર થિયેટર રંગભૂમિના કલાકારોની રાહ જોઈ રહ્યું છે. અહીંનું રંગમંચ હાલ ખંડેર ભાસી રહ્યું છે. શહેરના કલાકારોને પોતાની વેદના ઠાલવવા સિવાય કોઈ આરો નથી.