ગોધરા સ્થિત સહકારી દૂધ ડેરીના ચેરમેન દ્વારા રૂ . 22 કરોડની ગેરરીતી અને કૌભાંડના આક્ષેપો થયા છે. સાથે જ ગેરરીતી મામલે ડેરીના પૂર્વ ડીરેકટર દ્વારા હાઈકોર્ટમાં પીઆઇએલ દાખલ કરવામાં આવી છે. આ સંબંધે મીડિયા સાથે વાત કરતા ડેરીના ચેરમેને આક્ષેપોને તથ્યહીન અને રાજકીય કિન્નાખોરી પ્રેરિત હોવાનો દાવો કર્યો હતો.