લોકસભાની ચૂંટણી નજીક આવતા જ રાજકિય તિકડમ વધી જાય છે. પરિણામે નેતાઓ અને કાર્યકરો લાભ ખાટવાના અવનવા નુસખાઓ અપનાવતા હોય છે. ત્યારે વડોદરામાં આવું જ રાજકિય નાટક જોવા મળ્યું, અને પોસ્ટર લગાવવા જેવી બાબત પર કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર મેદાનમાં આવી ગયા. પરિણામે પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયા બાદ, ઉમેદવાર મધુસુદન મિસ્ત્રી સહિતના નેતાઓની ધરપકડ કરવામાં આવી. આટલું જ નહીં મધુસુદન મિસ્ત્રી વિરૂદ્ધ રાયોટીંગ સહિત 8 કલમો લગાવવામાં આવી.