ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ આજે ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારીપત્ર ભર્યું. આ પ્રસંગે મોદી પણ હાજર રહ્યા. કાર્યકર્તાઓને સંબોધતા અડવાણીએ મોદીની પ્રશંસા કરી હતી અને તેઓ વડાપ્રધાન બનશે તેવો આશાવાદ સેવ્યો હતો.મોદીએ પણ અડવાણીના વખાણ કરતા જણાવ્યું કે તેમની સાથે કામ કરવુ સૌભાગ્ય છે ..

ભોપાલની બેઠક ઉપરથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરીને વિવાદ ઉભો કરનાર ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગાંધીનગરની બેઠક ઉપરથી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું.. આ પ્રસંગે તેમની સાથે નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા.. અડવાણીએ ગાંધીનગર કલેકટર કચેરીએ મોદી તથા સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભર્યુ હતુ.અડવાણી એરપોર્ટથી સીધા કોબા સ્થિત ‘કમલમ’ બીજેપીના પ્રદેશ કાર્યાલય પર પહોંચ્યા હતા. જ્યાં નરેદ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. જે બાદ વિજય વિશ્વાસ સંમેલનમાં સંબોધન કરતા અડવાણીએ દેશમાં મોદીની લહેર હોવાનો સ્વિકાર કર્યો હતો. તેમને કહ્યુ હતુ કે આગામી ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થશે. દેશના આગામી વડાપ્રધાન મોદી હશે.