અમદાવાદ શહેરમા ચેઈન સ્નેચીંગ કરીને તરખોટ મચાવનારી ટોળકીના પાંચ સભ્યોની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ ધરપકડને પરિણામે શહેરમાં ચેઈન સ્નેચીંગના 150થી વધુ ગુનાનો ભેદ ઉકેલાયો છે અને 29 ચોરીનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ટોળકી મોજશોખ કરવા દેવું કરતી હતી અને ચેઈન સ્નેચીંગ કરી દેવું ચૂકવતી હતી.