અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમા પ્રેમ લગ્ન કરવા અને મોજશોખ પુરા કરવા માટે એક પ્રેમી યુગલે ચોરી કરી હોવાનો કિસ્સો પ્રકાશમા આવ્યો છે. મેઘાણીનગર પોલીસે પ્રેમી યુગલની ધરપકડ કરીને તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે.

કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે.આ કહેવત ફરી એક વખત સાચી પડી છે. મેઘાણીનગરના એક પ્રેમી યુગલે સચ્ચિદાનંદ સોસાયટીમા એક ડોકટરના ઘરમા ચોરી કરી. અંકિતા મહેરીયા અને વિશાલ મકવાણા નામના પ્રેમી યુગલે 7 એપ્રિલના રોજ પાડોશીના ઘરમા ચોરી કરવાનુ ષડયંત્ર રચ્યુ. અંકિતા સચિદાનંદ સોસાયટીમા રહે છે..ડોકટર મમતાબહેન શાહના ઘરમા આવતી-જતી હોય છે. બે મહિના પહેલા અંકિતાએ ઘરની એક ચાવી ચોરી કરી, અને જયારે આ ડોકટર ઘર બંધ કરીને બહાર ગયા ત્યારે પ્રેમી વિશાલને બોલાવીને ઘરની અંદર ચોરી કરવા મોકલ્યો..જ્યારે પોતે ઘરની બહાર તાળુ મારીને બેસી રહી..વિશાલ ચોરી કરીને આવ્યો ત્યારે બન્ને પ્રેમી પંખીડા નાસી ગયા હતા.