9 એપ્રિલ એટલે આજે શૌયૅ દિવસ ખાસ માઉન્ટ આબુંથી સી.આર.પી.એફના દસ જવાનો સાયકલ રેલી દ્રારા કચ્છની બોડૅરમા આવી 9 એપ્રિલ 1965 મા કચ્છની સરદાર ચોકી ઉપર પાકિસ્તાનના હુમલામા જવાનો શહીદ થયા હતા જેને લઇને શૌયૅ દિવસ માટે શહિદનો શ્રધ્ધાંજલી સી.આર.પી.એફ અને કચ્છ બી.એસ.એફ દ્રારા અપી. પણ ભારતના સી.આર.પી.એફ જવાનો પાછું ધકેલયુ અને ચોકીઓ બચાવી હતી જોઇએ આ વિશેષ રજુઆત.

ભારત પાકિસ્તાના અલગ પડયા હતા તેના હજું તો થોડાક વષો વિત્યા હતા, પણ પાકિસ્તાને ગદારી કરવાનું શરુ કરી દીધુ હતું. નાપાકની હરકત જોઇએ 9 એપ્રિલ વષૅ 1965મા પાકિસ્તાને ભારતની કચ્છની સરહદની સરદાર પોસ્ટ અને ટાક પોસ્ટ પર હુંમલો કયો જે એક દમ વિશ્વધાતી હતો, તે વખતે સરહદની સુરક્ષા સી.આર.પી.એફ દ્રારા કરવામા આવતી હતી. પાકિસ્તાન મજબુતાઇ સાથે આવી ચડયું હતું પાકિસ્તાની આમીના 3500 જવાનો અને પુરા હથિયારો સાથે હુમલો કયો એ આખી મોટી બ્રિગેડ હતી. જયારે આપણી પાસે માત્ર બે કંપની હતી જે માત્ર બસ્સોથી ઓછા સી.આર.પી.એફના જવાનો હતા. પણ આપણા જવાનો પાકિસ્તાને ઇરાદાને સફળ ન થવા દિધા, પંદરથી સોળ કલાક જેટલા સમય સુધી લડાઇ થઇ. પાકિસ્તાના મોટા સૈન્યને ઉભી પુછડીએ આપણા વિર બહાદુજ જવાનોએ ભગાડિયા હતા. આ લડાઇમા પાકિસ્તાના 34 સૈનિકોનો સોથ બોલાવી દીધો હતો જેમા બે અપશરો હતા. અને ચાર સૈનિકો જીવતા ઝડપી લીધા હતા. જયારે આપણા સી.આર.પી.એફના આઠ જવાનો શહીદ થયા. આ જવાનો ઇતિહાસ અને શૌયૅગાથા ઇતિહાસના પન્નામા વણૉઇ ગઇ, આપણા જવાનો ચોકીઓને સુરક્ષીત રાખી હતી અને પાકિસ્તાને ઝુંટવાની જે દાનત હતી તે પાર ના પડી. દેશ માટે આ વિર જવાનો પોતાના પ્રાણની આહુંતી આપી તેને દેશ ક્યારે નહી ભુલી શકે તેને લઇને આજે માઉન્ટ આબુથી સી.આર.પી.એફના જવાનો સાયકલ રેલી દ્રારા શહીદોને શ્રધ્ધાંજલી આપવા આવ્યા. એટલું નહી સી.આર.પી.એફના પંચોતેર વષૅની ઉજવણી પણ કરી રહ્યું છે ત્યારે આ જવાનોને તે ક્યારે નહી ભુલી શકે. આ સાયકલ યાત્રામા સી.આર.પી.એફના ડી.આઇ.જી પણ જોડાયા છે.