બેઠક બોલે છેમાં જુઓ ખેડા લોકસભા બેઠક વિશે. ખેડા જિલ્લામાં વિધાનસભાની કુલ 7 બેઠકોનો સમાવેશ થાય છે. અને જિલ્લાની આ 7 વિધાનસભા બેઠકો 2 સંસદિય મતવિસ્તારમાં વિભાજીત થાય છે. ખેડા જિલ્લાની પાંચ બેઠકો ખેડા સંસદીય મતવિસ્તારમાં જ્યારે બાકીની 2 બેઠકો પંચમહાલ બેઠકમાં જાય છે. જાણો, ખેડા સંસદીય મતવિસ્તાર કેવી રીતે બન્યો છે. ખેડા જિલ્લાની માતર, નડિયાદ, મહેમદાવાદ, મહુધા અને કપડવંજ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જ્યારે અમદાવાદ જિલ્લાની દસક્રોઈ અને ધોળકા બેઠકનો સમાવેશ થાય છે.